મોરબીમાં ખખડધજ રોડ નવા બનાવી આપવા સામાજિક કાર્યકરોની કમીશ્નરને રજુઆત
મોરબી શહેરમાં આવેલ ખખડધજ રોડ જેમાં સ્ટેશન રોડ, તેમજ જડેશ્વર રોડ, તેમજ દરબારગઢથી ગ્રીન ચોક અને ગ્રીન ચોક થી નહેરૂ ગેઇટ તથા જડેશ્વર રોડ, મચ્છી પીઠ રોડ, આશ્વાદ પાન વાળો રોડ વિગેરે રસ્તા નવા બનાવી આપવા મોરબીના સામાજિક કાર્યકરોએ કમીશ્નરને રજુઆત કરી માંગ કરી છે.
મોરબીના સામાજીક કાર્યકર રાજુભાઈ દવે, જગદીશભાઇ બાંભણીયા, ગીરીશ કોટેચા, રાણેવાડીયા દેવેશ મેરૂભાઈએ મોરબી મહાનગરપાલિકાના કમિશ્નરને લેખિત રજૂઆત કરી જણાવ્યું છે કે મોરબીમાં આવેલ ખખડધજ રોડ જેમાં સ્ટેશન રોડ, તેમજ જડેશ્વર રોડ, તેમજ દરબારગઢથી ગ્રીન ચોક અને ગ્રીન ચોક થી નહેરૂ ગેઇટ તથા જડેશ્વર રોડ, મચ્છી પીઠ રોડ, આશ્વાદ પાન વાળો રોડ વિગેરે સંપુર્ણ નાશ પામેલ હોય તે નવો બનાવી આપવાવામા આવે કેમ કે મોરબીના વેપારીઓ ત્રાહીમામ પોકારી ગયા છે. અને હવે તો દુકાનોમાં પણ પાણા ઉડે છે એવી કપચીઓ નાખી દીધી છે. આની અગાઉ પણ અરજી કરેલ છે. પરંતુ કોઇ નિકાલ હજુસુધી આવેલ નથી માથે આવે છે તહેવાર તો વેપારીઓની હનુમાન જયંતી, વેલનાથ જયંતી, મહાવીર જયંતી જેવા અનેક તહેવારો આવી રહ્યા છે. ત્યારે રોડ સુધરશે કે આમનમ રહેશે.
મોરબી માળિયા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા બહુ મોટી મોટી વાતો કરે છે કે ચોમાસુ વિદાય લીધે આ દર્શાવેલ તમામ રોડ તાત્કાલીક નવા બનાવી આપશું એવુ વચન અને ખાતરી આપેલ હતી. પરંતુ આ બીજુ ચોમાસુ આવશે તેમ છતાં હજુ સુધી વચન આપેલ એક પણ રોડ બનાવેલ નથી. જેના કારણે વેપારીઓ ત્રાહિમામ પોકારી ઊઠયા છે. જે જે જગ્યાએ સંપુર્ણ રોડ નાશ પામેલ છે તો તે જગ્યાએ તાત્કાલીક ધોરણે નવા રોડ બનાવો કેમ કે હવે પછી -હિન્દુ ધર્મના પવિત્ર તહેવારો આવી રહ્યો છે આ રોડ ઉપરથી અનેક માનવ મહેરામણ પસાર થતા હોય જેથી પડી જવાથી મૃત્યુ થવાની પણ સંભવાના રહેલી છે. જેથી વહેલી તકે આ રજુઆત ઘ્યાને લઇને નવા રોડ બનાવી આપવા મોરબીના સામાજિક કાર્યકરોએ માંગ કરી છે.