મોરબીમાં કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલના હસ્તે નવ નિર્મિત પશુ સારવાર સંસ્થાઓના લોકાર્પણ કરાશે
જિલ્લા કક્ષાની પશુપાલન શિબિર યોજાશે
ગુજરાત સરકારના ‘વિકાસ સપ્તાહ અંતર્ગત મોરબીમાં કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં આગામી ૧૪ ઓક્ટોબરના રોજ મોરબી જિલ્લાની પશુપાલન ખાતાની નવ નિર્મિત પશુ સારવાર સંસ્થાઓના લોકાર્પણ કાર્યક્રમ તથા જિલ્લા કક્ષાની પશુપાલન શિબિર યોજાશે.
ગુજરાત સરકારના વિકાસ સપ્તાહ અંતર્ગત ૧૪/૧૦/૨૦૨૪ના રોજ સાંજે ૦૪:૦૦ કલાકે યદુનંદન ગૌ સેવા ટ્રસ્ટ, લીલાપર રોડ ખાતે મોરબી જિલ્લાની પશુપાલન ખાતાની નવ નિર્મિત પશુ સારવાર સંસ્થાઓનું લોકાર્પણ કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્યોધોયોગ, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલના વરદ હસ્તે કરવામાં આવનાર છે. ઉપરાંત મંત્રીની પ્રેરક ઉપસ્થિતિમાં જિલ્લા કક્ષાની પશુપાલન શિબિર પણ યોજાનાર છે.