Thursday, January 9, 2025

મોરબીમાં કરિયાણાના વેપારીએ બીમારીથી કંટાળી પોતાની દુકાનમાં કર્યુ અગ્નિસ્નાન

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: મોરબીમાં કરિયાણાના વેપારીએ બીમારીથી કંટાળી પોતાની દુકાનમાં જ જાતે પેટ્રોલ છાંટી જાત જલાવી લીધી હતી. યુવકને તાત્કાલિક સારવાર માટે મોરબી બાદ રાજકોટ ખસેડવામાં આવ્યો હતો.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ મોરબીમાં જેતપર રોડ ઉપર આવેલી મારુતિ પાર્ક સોસાયટીમાં રહેતા લાલજીભાઈ મનસુખભાઈ પરમાર નામનો ૩૦ વર્ષનો યુવાન પોતાના ઘર પાસે આવેલી પોતાની કરિયાણાની દુકાને હતો. ત્યારે પોતાની જાતે બપોરના બારેક વાગ્યાના અરસામાં પોતાની જાતે પેટ્રોલ છાંટી દિવાસળી ચાંપી દીધી હતી.

ગંભીર રીતે દાજી ગયેલા યુવાનને તાત્કાલિક સારવાર માટે મોરબી બાદ રાજકોટ ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. પ્રાથમિક પૂછપરછમાં લાલજીભાઈ પરમાર એકની એક બહેનનો એકનો એક ભાઈ છે અને અનાજ કરિયાણાની દુકાન ચલાવી પરિવારને આર્થિક મદદ કરે છે લાલજીભાઈ પરમારે માનસિક બીમારીથી કંટાળી પોતાની દુકાનમાં જાત જલાવી આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનું જાણવા મળ્યું છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર