મોરબીમાં જુના ઝઘડાનો ખાર રાખી ચાર શખ્સો તલવાર, ધાર્યા સાથે ધસી યુવકને આપી ધમકી
મોરબી: મોરબીના સામા કાંઠે વિસ્તારમાં શોભેશ્વર રોડ પર કુબેર ટોકિઝની પાછળ પાણીની ટાંકી પાસે ચાર શખ્સોએ તલવાર, ધાર્યા, ધોકા જેવા હથીયારો સાથે ધસી આવી યુવક અને તેના સાથીને જાનથી મારી નાંખવાની આપતા મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબીના શોભેશ્વર રોડ ઈરોસ કારખાનાની સામે રહેતા અલ્તાફભાઈ અબ્દુલભાઇ મોવર (ઉ.વ.૨૦) એ આરોપી ફરીયાદીના ભાઈ આરીફ ને આરોપી ચેતુભાઈ સાથે અગાઉ દોઢ બે મહીના પહેલા ઝગડો થયેલ હોય તે વાતનુ મનદુખ રાખી આરોપી ચેતુભાઈ તથા સદીયો ઉર્ફે ગધો તથા સુરેશભાઈ તથા સુનીલભાઈ નાઓએ તલવાર તથા ધારીયુ તથા લાકડાના ધોકા જેવા હથીયારો લઈ આવી ફરીયાદી તથા સાથીને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી તથા ફરીયાદી તથા સાથીના મોટર સાયકલમા નુકશાની કર્યું હોવાથી ભોગ બનનાર અલ્તાફભાઈએ આરોપીઓ વિરુદ્ધ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ આઇપીસી કલમ -૫૦૬(૨), ૫૦૪, ૪૨૭,૧૧૪ તથા જીપી એક્ટ કલમ -૧૩૫ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.