મોરબીમાં જુગાર રમતા બે ઈસમો ઝડપાયાં
મોરબી: મોરબીના લાતી પ્લોટ શેરી નં -૨મા જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા બે ઈસમોને મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડયા છે.
મળતી માહિતી મુજબ મોરબીના લાતી પ્લોટ શેરી નં -૨મા જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા બે ઈસમો ઈમરાનભાઈ ગફારભાઈ પરમાર (ઉ.વ.૪૦) રહે. મોરબી લાતી પ્લોટ શેરી નં -૦૮ તથા પ્રવીણભાઈ માવજીભાઈ મકવાણા (ઉ.વ.૪૨) રહે. મોરબી જેઈલ રોડ અનુ. જાતિવાસ શેરી નં -૦૪ તા.જી. મોરબીવાળાને રોકડ રકમ રૂ. ૧૨,૬૦૦ ના મુદ્દામાલ સાથે મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.