મોરબીમાં જુગાર રમતા ચાર મહિલા સહિત પાંચ ઝડપાયા
મોરબી: મોરબીના સામા કાંઠે ઈંન્દીરાનગર મંગલમ વિસ્તારમાં કાનજીભાઇ પ્રભુભાઈ સુરેલાના મકાનની બાજુમાં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા ચાર મહિલા સહિત પાંચ ઈસમોને મોરબી સીટી બી ડીવીઝન પોલીસે ઝડપી પાડયા છે.
મળતી માહિતી મુજબ મોરબીના સામા કાંઠે ઈંન્દીરાનગર મંગલમ વિસ્તારમાં કાનજીભાઇ પ્રભુભાઈ સુરેલાના મકાનની બાજુમાં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા ચાર મહિલા સહિત પાંચ ઈસમો કુવરબેન નરશીભાઈ ગણેશભાઈ અખીયાણી ઉવ.૬૫ રહે. ઈંન્દીરાનગર મંગલમવીસ્તાર મંદીર સામે મોરબી-૨, જરીનાબેન આમદભાઈ હુશેનભાઈ કટીયા ઉવ.૪૦ રહે. ઈંન્દીરાનગર મંગલમવીસ્તાર મંદીર સામે મોરબી-૨, જયાબેન હશુભાઈ છગનભાઈ સીધણીયા ઉવ.૫૦ રહે. ઈંન્દીરાનગર મંગલમવીસ્તાર મંદીર સામે મોરબી-૨, ગુલાબબેન રોહીતભાઈ કરશનભાઈ બજાણીયા ઉવ.૨૫ રહે.ઘુટુ રામકોવીલેજ તા.જી મોરબી, કિશોરભાઈ કાનજીભાઈ સુરેલા ઉ.વ ૨૨ રહે ઈંન્દીરાનગર મંગલમવીસ્તાર મંદીર સામે મોરબીવાળાને રોકડ રકમ ૬૩૫૦ ના મુદ્દામાલ સાથે મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.