મોરબીમા જુગાર રમતા બે ઈસમો ઝડપાયા
મોરબી: મોરબીના વીસીપરામા ડીલક્ષ પાન નજીક તીનપત્તીનો જુગાર રમતા બે ઈસમોને મોરબી સીટી બી ડીવીજન પોલીસે ઝડપી પાડયા છે.
મળતી માહિતી મુજબ મોરબીના વીસીપરામા ડીલક્ષ પાન નજીક તીનપત્તીનો જુગાર રમતા બે ઈસમો શૈલેષભાઇ વશરામભાઇ રાઠોડ ઉવ.૩૫ રહે. માળીયા ફાટક કાંતિનગર શેરી નં.૩ મોરબી તથા રૂપેશભાઇ ધીરૂભાઇ જખવાડીયા ઉવ.૨૪ રહે.વીસીપરા દશામાંના ચોકમાં દફતરી સાહેબના દવાખાના સામે મોરબીવાળાને રોકડ રકમ રૂ.૫૨૦ ના મુદ્દામાલ સાથે મોરબી સીટી બી ડીવીજન પોલીસે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ જુગાર ધારા કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.