મોરબીમાં જુદી જુદી જગ્યાએ જુગાર રમતા સાત ઇસમો ઝડપાયા
મોરબી: મોરબી મકરાણી વાસ રામઘાટ પાસે જુગાર રમતા ત્રણ અને મહારાણા પ્રતાપ સોસાયટી સર્કીટ હાઉસ પાછળ કોમ્યુનિટી હોલ પાસે ચોક જુગાર રમતા ચાર મળી કુલ સાત ઇસમોને જુગાર રમતા મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડયા છે.
મળતી માહિતી મુજબ મોરબી સિટી એ ડીવીઝન પોલીસે પ્રથમ રેઇડ દરમિયાન મકરાણી વાસ રામઘાટ પાસે જુગાર રમતા ત્રણ ઈસમો આસીફભાઇ રફીકભાઇ મકરાણી ઉ.વ.૩૪ રહે. રામઘાટ મંદિર પાસે મકરાણીવાસ મોરબી , કાસમભાઇ દિલાવરભાઇ પઠાણ ઉ.વ.૨૭ રહે. મકરાણીવાસ બ્રાહ્મણની ભોજનશાળા પાછળ મોરબી, કૈલાશગીરી મોહનગીરી ગોસ્વામી ઉ.વ.૪૫ રહે. મકરાણીવાસ રામઘાટ મોરબીવાળાને રોકડ રકમ રૂ. ૪૬૩૦ ના મુદ્દામાલ સાથે મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડયા છે
જ્યારે બીજી રેઇડ દરમિયાન મહારાણા પ્રતાપ સોસાયટી સર્કીટ હાઉસ પાછળ કોમ્યુનિટી હોલ પાસે ચોક જુગાર રમતા ચાર ઈસમો પ્રવિણસિંહ હરૂભા વાઘેલા ઉ.વ.૫૯ રહે. મહારાણા પ્રતાપ સોસા. બ્લોક નં.૧૧ સર્કીટ હાઉસ પાછળ મોરબી-૨, મહિપાલસિંહ ગજેન્દ્રસિંહ જાડેજા ઉ.વ.૫૬ રહે. ગુજરાત હાઉસીંગ બોર્ડ અંબીકા ચબુતરા સામે બ્લોક નં.૫૭૬ શનાળા રોડ મોરબી, બીમલભાઇ ધીરેન્દ્રભાઇ મેઘાણી જાતે વાણીયા ઉ.વ.૬૨ રહે. ન્યુ રીલીફ નગર હનુમાન મંદીર પાસે સામાકાંઠે મોરબી-૨, કમલેશભાઇ મણીલાલભાઇ મકવાણા ઉ.વ.૫૧ રહે. કબીર શેરી નગરદરવાજા અંદર મોરબીવાળાને રોકડ રકમ રૂ. ૨૮,૬૦૦ ના મુદ્દામાલ સાથે મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડયા.
બંને રેડ દરમ્યાન કુલ સાત ઇસમોને મોરબી સીટી એ ડીવીઝન પોલીસ દ્વારા પકડી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.