Friday, December 27, 2024

મોરબીમાં જુદી જુદી ત્રણ જગ્યાએથી બાઈક ચોરીની ફરીયાદ નોંધાઈ

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: મોરબી શનાળા રોડ ઉમીયા સર્કલ પાસે ગાંધીના ડેલા પાસે તથા સવાસર પ્લોટ આયુષ હોસ્પિટલ પાસે અને શનાળા રોડ સુપર માર્કેટ પાસે ચાય પાર્લર નજીક એમ જુદીજુદી ત્રણ જગ્યાએથી બાઈક ચોરી થયાની ફરીયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ પ્રથમ ફરીયાદ મૂળ ટંકારા તાલુકાના નશીતપર ગામે રહેતા અને હાલ મોરબી રવાપર ઘુનડા રોડ ક્રિષ્ના સ્કુલવાળી શેરી તુલશીપત્ર એપાર્ટમેન્ટ બ્લોક નં -૩૦૧ માં રહેતા ઘનશ્યામભાઈ નરશીભાઈ સવસાણી (ઉ.વ‌.૫૦) એ આરોપી અજયભાઇ બાલાભાઈ ચાડમીયા (ઉ.વ‌.૨૫) રહે. મૂળ રહે રાજકોટ અને હાલ દલવાડી સર્કલ પાસે ઝુંપડામાં મોરબી તથા સનાભાઈ કરશનભાઇ ભુરીયા (ઉ.વ.૫૫) રહે. મૂળ દાહોદના વતની અને હાલ દલવાડી સર્કલ પાસે અમી પેલેસ સામે ઝુંપડામાં મોરબીવાળા વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૧૭-૦૪-૨૦૨૪ થી ૧૮-૦૪-૨૦૨૪ ના રોજ કોઈ પણ સમયે મોરબી શનાળા રોડ ઉમીયા સર્કલ પાસે ગાંધીના ડેલા પાસેથી આરોપીએ ફરીયાદીનુ હીરો હોન્ડા કંપનીનું સ્પેલેન્ડર પ્લસ મોટરસાયકલ રજીસ્ટર નંબર -GJ-36-K-4574 જેની કિંમત રૂ. ૨૫૦૦૦ વાળુ મોટરસાયકલ સાયકલ ચોરી કરી લઇ જતા આરોપીઓએ વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા ફરીયાદના આધારે પોલીસે બંને ચોર ઈસમોને ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં આઈપીસી કલમ -૩૭૯ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

જ્યારે બીજી ફરીયાદ મોરબીના માધાપર શેરી નં -૧૯ માં રહેતા પીયુષભાઈ ચંદુલાલ પરમાર (ઉ.વ.૩૩) એ અજાણ્યા આરોપી વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૧૮-૦૪-૨૦૨૪ ના રોજ કોઈપણ સમયે મોરબી સવાસર પ્લોટ આયુષ હોસ્પિટલ પાસેથી અજાણ્યો આરોપીએ ફરીયાદીનુ હીરો હોન્ડા કંપનીનું સ્પેલેન્ડર પ્લસ મોટરસાયકલ રજીસ્ટર -GJ-03-DF-2919 વાળુ ૨૦૧૦ નુ મોડેલ કિં રૂ.૨૫૦૦૦ વાળુ કોઈ અજાણ્યો ચોર ઈસમ ચોરી કરી લઇ ગયો હોવાની મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી પ્રકાશભાઇ ચંદુભાઈ નગવાડીયા (ઉ.વ‌.૩૩) રહે. ચીખલી તા. માળીયા (મી) વાળાને ઝડપી પાડી આરોપી વિરુદ્ધ આઇપીસી કલમ -૩૭૯ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

જ્યારે ત્રીજી ફરીયાદ ટંકારા તાલુકાના લજાઈ ગામે રહેતા અશોકભાઇ તળશીભાઈ કાનાણી (ઉ.વ.૪૯) એ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા. ૩૧-૦૧-૨૦૨૪ ના રોજ કોઈપણ સમયે મોરબી શનાળા રોડ સુપર માર્કેટ પાસે ચાય પાર્લર નજીકથી કોઈ અજાણ્યો ચોર ઈસમ ફરીયાદીનુ હોન્ડા સાઈન મોટરસાયકલ રજીસ્ટર નંબર – GJ-36-AE-3426 જે ૨૦૨૨ નું મોડેલ કિં રૂ.૩૦૦૦૦ વાળુ કોઈ અજાણ્યો ચોર ઈસમ ચોરી કરી લઇ ગયો હોવાની મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ આઇપીસી કલમ -૩૭૯ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર