Sunday, January 19, 2025

મોરબીમાં જલારામ જયંતિ નિમિત્તે ST વિભાગના મહિલા કંડકટરના હસ્તે કેક કટિંગ કરી ઉજવણી કરાઈ

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી : મોરબી જલારામ મંદિર દ્વારા છેલ્લા ૧૩ વર્ષ દરમિયાન પ્રતિવર્ષ જલારામ જયંતિના પાવન પર્વ નિમિતે વિશેષ વ્યક્તિઓના હસ્તે કેક કટીંગ કરી ઉજવણી કરવામાં આવે છે. આ વખતે એસટી વિભાગના મહિલા કંડકટરના હસ્તે કેક કટિંગ કરવામાં આવ્યું હતું.

મોરબી જલારામ પ્રાર્થના મંદિર ખાતે આજે તારીખ ૮ શુક્રવારના રોજ જલારામ જયંતિ નિમિતે સવારે ૬ઃ૩૦ કલાકે-પ્રભાત ધૂન, સવારે ૧૦ઃ૦૦ કલાકે અન્નકુટ દર્શન, સવારે ૧૧ઃ૩૦ કલાકે કેક કટીંગ, બપોરે ૧૨ઃ૦૦ કલાકે મહાઆરતી અને બપોરે ૧૨ઃ૩૦ કલાકે મહાપ્રસાદ યોજાયો હતો.

આ કાર્યક્રમમાં મોરબી જલારામ મંદિરે પ્રતિવર્ષ જલારામ જયંતિ નિમિતે વિશેષ વ્યક્તિઓના હસ્તે કેક કટીંગ કરવામાં આવે છે. ત્યારે પ્રવર્તમાન વર્ષે મહિલા સશક્તિકરણનું ઉતમ ઉદાહરણ એવા એસ.ટી. વિભાગના મહિલા કંડકટરના હસ્તે બપોરે ૧૧ઃ૩૦ કલાકે કેક કટીંગ કરી જલારામ બાપાની ૨૨૫મી જન્મજયંતીની ઉજવણી કરવામાં આવી હતી. અને મહિલા સશક્તિકરણનુ ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડયું હતું.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર