મોરબીમાં જગતગુરુ રામાંનંદાચાર્યની જન્મ જયંતીની ઉજવણી નિમિતે મીટીંગ યોજાશે
મોરબી અને માળિયા વિસ્તારમાં વસતા રામાનંદી સાધુ સમાજને જાણ કરવામાં આવે છે કે આગામી તા. ૨૧-૦૧ ના રોજ જગતગુરુ શ્રી રામાનંદાચાર્યજી મહારાજની ૭૨૫ મી જન્મ જયંતી ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું છે.
જે ઉજવણી અંતર્ગત મીટીંગનું આયોજન કરવામાં આવ્યું છે જે મીટીંગ તારીખ ૧૨-૦૧ ના રોજ સવારે ૦૯ : ૩૦ કલાકે શ્રી રામાનંદ ભવન, રામઘાટ મોરબી ખાતે યોજાશે મીટીંગનો એજન્ડા જગતગુરુ શ્રીની જન્મ જયંતીની ઉજવણીના કાર્યક્રમ અંગે અને પ્રમુખ સ્થાનેથી રજૂઆત થાય તે રહેશે જેથી મીટીંગમાં જ્ઞાતિબંધુઓએ પધારવા જણાવ્યું છે.