મોરબીમાં જ કાયદાના જુદા માપદંડ: નપાણીયા નેતાઓને લીધે સમાજ પીછાંય છે
એક જુગારની રેડમાં પીઆઈ પર ફરીયાદ અને બીજી ખોટી જુગારની રેડમાં પીઆઈને પ્રમોશન ??
તાજેતરમાં ટંકારાના બહુ ચર્ચિત કંફર્ટ હોટેલ ખાતેની જુગાર રેડમા તોડકાંડ પ્રકરણની તપાસ SMCના વડા દ્વારા થઈ અને કાલે ટંકારાના પી આઈ ગોહિલ અને કોન્સ્ટેબલ સોલંકી વિરૂદ્ધ ભારે કલમો થી ગુનો દાખલ થતા પાટીદાર સમાજમાં ખુબ ઊંડો નિસાસો.
કેમ કે એજ SMC ને ૩૦ મિનિટ નો ટાઈમ કાઢી રાજપર ખાતે યુવાનોને ઘરે થી ઉઠાવી માર મારી ખોટી જુગાર ની રેડના CCTV ચેક કરાવ્યા હોત તો પી આઈ પંડ્યાનો વાસ્તવિક ચહેરો સામે આવ્યો હોત અને ગુજરાત ભરમાં પોલીસની લાજ બચાવા લૂગડાં તો ઠીક પણ તાકા પણ ટૂંકા પડ્યા હોત. એક રેડની તોડકાંડમાં ભારે કલમો થી ફરિયાદ અને બીજી ખોટી રેડમાં પ્રમોશન ?
ખોટી જુગાર રેડના પાટીદાર પીડિત નિલેશ દ્વારા વિડિયો વાયરલ કરી પીઆઈ પંડ્યા સાચા હોઈ તો ડીબેટનો પડકાર ફેંકી ગૃરાજ્યમંત્રીની આબરૂના લીરા ઉડાડ્યા હતા, ભૂતકાળમાં આજ પી આઈ દ્વારા પાટીદાર યુવાનને પોલીસ સ્ટેશનમાં ફરિયાદના લઈને ગાડો આપી હતી કે પટેલને પાંચ વીઘા વહેચી નાખવી પણ ફરિયાદ કરવા આવવું નહિ જેના બાદ મોરબીમાં પાટીદાર સમાજ દ્વારા મોટી રેલી કરીને કલેક્ટર અને એસ પી ને આવેદન પણ આપ્યું હતું.
મોરબીમાં સબ સલામતનો ખોટા દાવા કરતા અને સમાજને મૂર્ખ બનાવતા નપાણીયા નેતાઓ એ ડૂબી મરવું જોઈ, એક રેડમાં તોડકાંડ માં રાજકોટ ના જવેલર્સ ને કારણે આવડી કાર્યવાહી થઈ અને બીજી ખોટી રેડ માં પાટીદાર ના પીડિત યુવાનો CCTV જેવા પુરાવા હોવા છતાં ન્યાય માટે હજી પણ વલખાં મારે છે, વિડિયો બનાવવા ની ટેવ વાળા ધારાસભ્યએ આજ દિન સુધી આ બાબતે એક વિડિયો પણ બનાવ્યો નથી કે કંઈ બોલ્યા નથી એનો મતલબ કે સરકારે પાટીદારો ઉપર જુલમ કરવાનું ટેન્ડર આપ્યું હોઈ
હમણાં તાજેતરમા નકલી અધિકારી ની ઓળખ અને છેતરપિંડીની ફરિયાદ બાબતે ૨ પાટીદારો એ અરજી કરી બાદ ૨ મહિને આરોપીની અટક કરી ૭ દિવસમાં પૈસા આપી દેશે તેવું પોલીસ સ્ટેશન માં લખવી આરોપીને જવા દીધો જેના ૪ મહિના થઈ જવા સુધી ના તો ફરિયાદ લીધીના પૈસા આવ્યા આ આરોપી એ મોરબીમાં અનેકને શિકાર બનાવ્યા ઝુલતા પુલના પીડિતની સહાય પણ ખાઈ ગયો તેમ છતાં હજી પણ ફરિયાદ લેવા માટે જાણે ફરિયાદી જ આરોપી હોઈ એવું વર્તન કરી રહી છે અને ધારાસભ્ય ફકત લોકો ને મુર્ખ બનાવે છે.