Tuesday, December 24, 2024

મોરબીમાં મકાનમાં ચોરી કરનાર ઈસમ ઝડપાયો 

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: મોરબી શહેરમાં માણેક સોસાયટીમાં મકાનમાં ચોરી કરનાર ઈસમને મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડયો છે.

મોરબી શહેરમાં માણેક સોસાયટીમા રહેતા ફરીયાદી સાતમ આઠમના તહેવારમાં બહારગામ ફરવા ગયેલ તે દરમ્યાન તેમના બંધ મકાનમાંથી તાળા તોડી રોકડ રૂ. ૭૦,૦૦૦/- ની ચોરી થયેલાની ફરીયાદના ફરીયાદ આધારે મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં બી.એન.એસ કલમ. ૩૦૫(એ), ૩૩૧(૪),૫૪ મુજબનો ગુન્હો રજીસ્ટર કરવામા આવેલ હતો.

આ ચોરીની તપાસ દરમ્યાન મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનની સર્વેલન્સ સ્ટાફની અલગ અલગ ટીમો બનાવી બનાવસ્થળ ની આસપાસના તેમજ મોરબી નેત્રમ કન્ટ્રોલરૂમ સી.સી.ટી.વી આધારે તપાસ કરતા તેમજ હયમુન સોર્સીસ આધારે બાતમી મળેલ કે ચોરી કરનારઆરોપી જયા એપાર્ટમેન્ટમાં રહેતો હોય ત્યા બે દિવસ પહેલા આવી ગયેલ હતા અને મોરબી શહેરમા રેકી કરી બંધ મકાન પકડાયેલ આરોપીએ દેખાડતા અન્ય બંને પકડવા પરના બાકી ચોર ઇસમોએ મકાનમાં ચોરી કરેલ હોવાની હકિકત ફલીત થયેલ હોય છે. જેથી ચોરી કરનાર આરોપી પંકજ બિશેભાઇ (અટક) ઉ.વ.૨૮ રહે. મોરબી રવાપર ગોલ્ડન માર્કેટપાછળ વિરાટ-એ એપાર્ટમેન્ટ પાર્કીંગમાં મુળ રહે.રાકુ(શીરવાડી) ગાવ, પંચદેવલ વિનાયકનગર (નગરપાલીકા) જી. અચ્છામ નેપાળવાળાની ધરપકડ કરી આરોપી પાસેથી ૮૦૦૦ નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જ્યારે અન્ય બે ઇસમોના નામ ખુલતા આરોપી હેમરાજ મનબહાદુર સાહી તથા ભીમબહાદુર શીજુસાહી રહે. બંને ગાવ, પંચદેવલ વિનાયકનગર (નગરપાલીકા) જી.અચ્છામ નેપાળવાળાને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર