મોરબીમાં ઘર પાસે ગાડી રાખવાની ના પાડતા વૃદ્ધને એક શખ્સે જાનથી મારી નાંખવાની ધમકી આપી
મોરબીના શનાળા બાયપાસ રોડ ઉપર પાપાજી ફનવલ્ડ પાછળ તુલશી પાર્કમાં જાહેર રોડ પર વૃદ્ધે આરોપીને પોતાના ઘર પાસે ગાડી રાખવાની ના પાડેલ જેનો ખાર રાખી આરોપીએ વૃદ્ધને ગાળો આપી જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાની મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબીના શનાળા બાયપાસ રોડ પર પાપાજી ફનવલ્ડ પાછળ તુલશી પાર્કમાં રહેતા જીવરાજભાઈ લાલજીભાઇ પનારા (ઉ.વ.૭૦) એ આરોપી અશોક ઉર્ફે મુન્નો દેવાણંદભાઈ જીલરીયા મૂળ ગામ રાજપર હાલ રહે. બાયપાસ પાર્ક, પાપાજી ફનવલ્ડ પાછળ શનાળા બાયપાસ મોરબીવાળા વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદિએ પોતાના ઘર પાસે ગાડી રાખવાની ના પાડેલ જેનો ખાર રાખી આરોપીએ હોકી લઇ આવી ફરીયાદીને જેમ ફાવે તેમ ભુંડી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.