મોરબીમાં હોમગાર્ડઝ સભ્યનું અવસાન થતાં તેમના વારસદારને 1.55 લાખની સહાય અર્પણ કરાઈ
મોરબીમાં હોમગાર્ડ તરીકે ફરજ બજાવતા સ્વ ઓવેસી ભાઈ આમદભાઈ ખુરેશીના પરિવારને હોમગાર્ડ કલ્યાણ નિધિમાંથી ૧,૫૫,૦૦૦ ની અવસાન સહાય અર્પણ કરવામાં આવી હતી.
જિલ્લા હોમગાર્ડઝ, મોરબીના મોરબી શહેર યુનિટ ખાતે ફરજ બજાવતા હોમગાર્ડઝ સભ્ય સ્વ. ઓવેશીભાઇ આમદભાઇ ખુરેશીનું તા.૦૬/૦૬/૨૦૨૪ ના રોજ અવસાન થતા. જિલ્લા કમાન્ડન્ટ ડિ.બી.પટેલની ભલામણને આધારે મે.ડાયરેક્ટર જનરલ, હોમગાર્ડઝ હેડક્વાર્ટર, અમદાવાદ દ્વારા હોમગાર્ડઝ કલ્યાણનિધિમાંથી રૂ.૧,૫૫,૦૦૦/- (એક લાખ પંચાવન હજાર)ની ફરજ સિવાય સામાન્ય સંજોગોમાં અવસાન સહાય મંજુર કરવામાં આવી હતી.
તેમના વરસદાર માતૃ અમીનાબેન આમદભાઇ ખુરેશીના નામનો ચેક જિલ્લા કમાન્ડન્ટ ડિ.બી.પટેલ દ્વાર આપવામાં આવ્યો હતો. આ તકે જુનીયર ક્લાર્ક મહિધરસિંહ. પી.જાડેજા, ઇન્ટ્રકટર રાજેન્દ્રસિંહ.જે.જાડેજા તથા ઓફીસ કર્મચારીઓ હાજર રહ્યા હતા તેવું મોરબી જિલ્લા કમાન્ડન્ટ હોમગાર્ડઝ ડી.બી.પટેલની યાદીમાં જણાવાયું છે.