Wednesday, April 30, 2025

મોરબીમા હિન્દુ સગીરા પર દુષ્કર્મ આચરવાના ગુન્હામાં વિધર્મી આરોપીને પોતાની જામીન અરજી પરત લેવાની ફરજ પડી

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબીની સગીરાને વિધર્મી યુવકે ફસાવી અપહરણ કરી દુષ્કર્મ આચરવાના ગુન્હામાં આરોપીને નામદાર ગુજરાત હાઈકોર્ટમાંથી પોતાની જામીન અરજી પરત લેવાની ફરજ પડી હતી.

ફરીયાદીએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી હતી કે, પોતાની સગીર બહેન ગુમ થયેલ હોઈ મળી આવતી નથી. પોલીસે પ્રાથમીક તપાસ કરતા મોરબીનો મુસ્લિમ યુવક રમજાન બ્લોચ નામનો ઈસમ સગીરાને લલચાવી, ફોસલાવી પોતાનું નામ છુપાવી લગ્ન કરવાના ઈરાદે અપહરણ કરી ભગાડી જઈ દુષ્કર્મ ગુજાર્યાનું સામે આવેલ હતુ. મોરબી તાલુકા પોલીસ સ્ટેશને આઈ.પી.સી. કલમ : ૩૬૩, ૩૬૬ અને પોકસો એકટની કલમ : ૧૮ મુજબ આરોપી રમજાન બ્લોચ વિરૂધ્ધ ફરીયાદ રજીસ્ટર કરેલી. પોલીસે આરોપીની ધરપકડ કરી નામદાર કોર્ટ સમક્ષ રજુ કરેલ હતો. નામદાર કોર્ટે આરોપીને જયુડીશ્યલ કસ્ટડીમાં મોકલી આપેલ હતો. સમયાંતરે આરોપીએ પોતાના વકીલ મારફત નામદાર ગુજરાત હાઈકોર્ટમાં પોતાની જામીન અરજી દાખલ કરેલ હતી. જે ચાલી જતા આ કામે મુળ ફરીયાદીના વિ. વ. દ્વારા જામીન અરજી સંદર્ભે વાંધાઓ રજુ કરેલા. નામદાર કોર્ટે બન્ને પક્ષોને સાંભળ્યા બાદ આરોપીની જામીન અરજી રદ થવાની હોઈ, જેથી આરોપીને પોતાની જામીન અરજી પરત લેવાની ફરજ પડી હતી.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર