મોરબીમાં હાર્ટ એટેકથી યુવકનું મોત
મોરબી: મોરબીના સામા કાંઠે આવેલ નિલમબાગ -૧ એલીજન એપાર્ટમેન્ટમાં હાર્ટ એટેકથી યુવકનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ ભવરલાલ રામકરણ વર્મા ઉ.વ.૩૬ રહે. હાલ. મોરબી-૨,નિલમબાગ -૧ એલીજન એપારમેંન્ટ મુળ.રહે. માલવીયાનગર તા સાગાનેર જી જયપુર રાજસ્થાનવાળા મોરબીના સામા કાંઠે નિલમબાગ -૧ એલીજન એપારમેંન્ટ ખાતે બાધાકામની સાઈટ પર કામ કરતા હોય ત્યારે એકદમ છાતીમા દુખાવો થતા મોરબી સરકારી હોસ્પીટલે સારવારમા લઈ જતા ફરજપરના ડોકટર જોઈ તપાસી એટેક આવવાથી ભવરલાલ નામના યુવકનું મોત નિપજ્યું હોવાનું જણાવ્યું હતું. આ બનાવ અંગે મોરબી સીટી બી ડિવિઝન પોલીસે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.