મોરબીમાં માથામાં દુખાવો તથા ઉલ્ટી થતા વૃદ્ધનું મોત
મોરબી: મોરબી રવાપર રોડ ક્રિષ્ના સ્કુલ વાળી શેરીમાં તુલશીપત્ર-એ એપાર્ટમેન્ટમાં રહેતા વૃદ્ધને માથામાં દુખાવો તથા ઉલ્ટી થવા લાગતા સારવાર ખસેડતા વૃદ્ધનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ મોરબી રવાપર રોડ ક્રિષ્ના સ્કુલ વાળી શેરીમાં તુલશીપત્ર-એ એપાર્ટમેન્ટમાં રહેતા પ્રાણજીવનભાઇ લાલજીભાઇ સરડવા ઉ.વ.૫૯વાળા પોતાના ઘરે માથામાં દુખાવો તથા ઉલ્ટી થવા લાગતા સારવારમાં ખાનગી હોસ્પિટલ લઇ આવતા વધુ સારવારમાં રાજકોટ સીવીલ હોસ્પિટલ લઇ જતા રસ્તામાં થોડે આગળ જતા તેઓ કંઇ બોલતા ન હોય કે હલન ચલન કરતા ન હોય જેથી મોરબી સરકારી હોસ્પિટલમાં સારવારમાં લાવતા ફરજ પરના તબીબે તપાસી મૃત જાહેર કર્યા હતા. આ બનાવ અંગે મોરબી સીટી એ ડીવીઝન પોલીસે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.