Friday, October 18, 2024

મોરબીમાં હથીયાર સાથે ઝડપાયેલ ઈસમ પાસેથી વધુ એક દેશી તમંચો ઝડપાયો 

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: મોરબીમા હથીયાર સાથે ઝડપાયેલ ઈસમ પાસેથી મોરબીની લક્ષ્મી સોસાયટી વિશાલ ફર્નીચર પાછળથી વધુ એક દેશી તમંચા મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડયો છે.

મોરબી સીટી બી ડીવીજન પોલીસ ટીમ દ્વારા આરોપી વસીમની પુછપરછ કરતા પોતાને હથીયાર કિશનભાઇ ટીડાભાઈ મુંધવા રહે. મોરબી વાળાએ આપેલ હોવાની બાતમી જણાવેલ હોય જેથી આરોપી હરીકિશન ઉર્ફે રમેશ ટીડાભાઇ મુંધવ ભરવાડ ઉ.વ.૨૧ રહે. મોરબી-૨ લક્ષ્મી સોસાયટી વિશાલ ફર્નીચર પાછળ તા.જી.મોરબી વાળાને હથીયાર ના ગુન્હામાં તા-૩૦/૦૫/૨૪ ના રોજ અટક કરી આરોપીની યુક્તિ પ્રયુક્તિ થી સઘન પુછપરછ કરતા હથીયાર શીવાય બીજુ એક હથીયાર પોતાની પાસે હોવાની કબુલાત આપતા ગણતરીની કલાકોમાં આરોપી હરીકિશન ટીડાભાઈ મુંધવા નાઓની પાસેથી બીજુ પણ એક હથીયાર કબ્જે કરી અલગથી ગુન્હો રજીસ્ટર કરાવતા જે ગુન્હા રજી.નં.૧૦૯૬/૨૪ આર્મસ એકટ કલમ-૨૫(૧-બી)એ, તથા જી.પી.એકટ કલમ-૧૩૫ મુજબ ગુન્હો રજી. કરાવી બીજા ગુન્હામા પણ અટક કરવામાં આવેલ છે અને બન્ને ગુન્હાની આગળની તપાસ તજવીજ ચાલુ છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર