Saturday, October 19, 2024

મોરબીમાં હળવદ-ટીકર-જુના ઘાંટીલાને જોડતા MDRB (વિલેજ બ્રીજ) પર વાહન વ્યવહાર બંધનું જાહેરનામું

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી જિલ્લાના હળવદ તાલુકામાં આવેલ માળીયા શાખા નહેરની સાંકળ ૯૭.૬૬૧ કિ.મી. પર આવેલ હળવદ- ટીકર- જુના ઘાંટીલાને જોડતો MDRB (વિલેજ બ્રીજ) સ્ટ્રકચરની મરામતની કામગીરી આગામી 6 મહિના સુધી ચાલુ રહેશે. તેથી આગામી તા.13-01-2025 સુધી વાહન વ્યવહાર બંધ કરવા જિલ્લા મેજિસ્ટ્રેટ કે.બી.ઝવેરી, મોરબી દ્વારા જાહેરનામું પ્રસિધ્ધ કરવામાં આવ્યું છે.  

આ જાહેરનામામાં જણાવ્યા અનુસાર, હળવદ તાલુકામાં માળીયા શાખા નહેરની સાંકળ ૯૭.૬૬૧ કિ.મી. પર આવેલો હળવદ- ટીકર- જુના ઘાંટીલાને જોડતો MDRB (વિલેજ બ્રીજ) ઉપરથી અત્યારે વાહનોની અવર- જવર ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. આ રસ્તાના વૈકલ્પિક રસ્તા તરીકે નાળાથી ૬૦૦ મીટર દુર પૂર્વ તરફ નવી ટીકર તેમજ જુના ઘાંટીલા જવા માટેના બીજા રસ્તાનો ઉપયોગ કરવા તેમજ રીપેરીંગવાળા નાળાથી ૬૦૦ મીટર દુર પશ્વિમ તરફ ટીકરથી નવા ઘાંટીલા જવાના રસ્તાનો ઉપયોગ કરવાનો રહેશે.

ઉક્ત પ્રતિબંધાત્મક હુકમનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર બનશે. આ જાહેરનામું તારીખ 13-01-2025 સુધી અમલમાં રહેશે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર