મોરબીમાં ગેસ કટીંગના ગુન્હામાં છેલ્લા છ માસથી નાસતો ફરતો ઈસમ ઝડપાયો
મોરબી તાલુકાના પોલીસ સ્ટેશનના ગેસ કટીંગ ના ગુન્હામાં છેલ્લા છ માસથી નાસતા-ફરતા આરોપીને ટીંબડી પાટીયા પાસેથી મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયો છે.
મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં આરોપી સુનિલકુમાર રીડમલરામ બિશ્નોઇ રહે-જમ્બા કી ઢાળી, થાના/પોસ્ટ ઓફિસ-જમ્બા તા-બાપ જી-ફલોદી (જોધપુર) રાજસ્થાનવાળા છેલ્લા છ માસ થી નાસતા-ફરતા હોય જેને શોધી કાઢવા સુચના કરતા મોરબી તાલુકા પોલીસ સ્ટાફને ખાનગીરાહે બાતમી મળેલ હોય કે, ગેસ કટીંગના ગુન્હામાં પકડવાનો બાકી આરોપી સુનિલકુમાર રીડમલરામ બિશ્નોઇને ટીંબડી પાટીયા પાસેથી પકડી પાડી તાલુકા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.