મોરબી: આજે 51માં વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે ગુજરાત ગેસ લિમિટેડ દ્વારા સેગમ સીરામીક અને એલઈ કોલેજમા વૃક્ષારોપણ કરી પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
આ કાર્યક્રમને સફળ બનાવવા ગુજરાત ગેસનાં જી. એ. હેડ ડો. કમલેશ કંટારીયા તેમજ સેગમ સીરામીક માલિક અને સીરામીક એસોસિએશનના પ્રમુખ મૂકેશભાઈ કુંડારીયા ભારે જહેમત ઉઠાવી હતી. પર્યાવરણ પ્રેમીએ આ ઝુંબેશ હાથ ધરી પર્યાવરણ પ્રત્યે યોગદાન આપ્યું હતું. આ ઉપરાંત ગુજરાત ગેસ એ. લી. એન્જિનિયરિંગ કોલેજમાં પણ વૃક્ષારોપણનો કાર્યક્રમ હાથ ધર્યો હતો.

