મોરબીમાં GRD જવાનને ફોન પર જાનથી મારી નાખવાની ધમકી આપતા ફરીયાદ નોંધાઈ
મોરબી શહેરમાં જીઆરડી તરીકે ફરજ બજાવતા યુવકે આરોપીના બહેન જીઆરડી ફરજ પર ના આવતા ગેર હાજર મુકતા આરોપીએ ફોન પર જીઆરડી જવાનને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબીના માધાપર અંબિકા રોડ સુરજબાગ પાછળ રહેતા અને જિ.આર.ડી જિલ્લા માનદ અધિકારી તરીકે ફરજ બજાવતા વિપુલભાઈ રમેશભાઈ ગણેશીયા (ઉ.વ.૩૨) એ આરોપી સજુભા દિલુભા રાઠોડ વિરુદ્ધ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદી જી.આર.ડી. જિલ્લા માનદ અધીકારી તરીકે ફરજ બજાવતા હોય જેમણે આરોપીના બહેન રીટાબેન જે જી.આર.ડી. કર્મચારી તરીકે ફરજ બજાવતા હોય તેને ફરજ પર ન આવતા ગેર હાજર મુકતા આરોપીએ રીટાબેનના ફોન માંથી ફરીયાદિને જેમ ફાવે તેમ ભુંડા બોલી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.