મોરબીમા ગંગા સ્વરૂપ સહાય સમિતિ દ્વારા બહેનોને સર્ટિફિકેટ તથા બ્યુટી પાર્લર કિટ વિતરણ કરાઈ
આ ઉત્કર્ષ બ્યુટી પાર્લરના ૨૫/- બહેનોને ઉમા બેન સોમૈયા કે જેઓ ઉમા બ્યુટી પાર્લર ચલાવે છે તેઓએ બ્યુટી પાર્લર ક્લાસમાં આવતા તમામ લાભાર્થી બહેનોને બે માસમાં સંપૂર્ણ બ્યુટી પાર્લર શીખવાડી તૈયાર કરવામાં આવ્યા અને તે અનુસંધાને સર્ટિફિકેટ અને બ્યુટી પાર્લર કીટનુ વિતરણ કરવામાં આવ્યું હતું.
આ સેવાકીય પ્રવૃત્તિમા ગંગા સ્વરૂપ સહાય સમિતિના અધ્યક્ષ દેવકરણભાઈ આદ્રોજા સભ્ય ત્રિભોવનભાઈ સી ફુલતરિયા તથા રણછોડનગર કષ્ટભંજન હનુમાનજી મંદિરના મહંત બાબુભાઇ તેમજ બ્યુટી પાર્લર અને સિવણ કેન્દ્રના સંચાલિકા ઉમાબેન સોમૈયા તથા કાજલબેન જાનીના હસ્તે આપવામાં આવ્યા.
આ સેવાકીય પ્રવૃત્તિ થકી તમામ લાભાર્થી બહેનો સમાજ તેમના કુટુંબીજનોને મદદરૂપ થાય પોતે પગભર બને તેવી ભાવના દેવકરણભાઈ આદ્રોજા અને ટી સી ફુલતરિયાએ વ્યક્ત કરી અને કાઈપણ આ બાબતે માર્ગદર્શનની જરૂર પડે તો સંચાલિકા ઉમાબેન સોમૈયાનો સંપર્ક કરવો.