મોરબીમાં ગળેફાંસો ખાઈ યુવકનો આપઘાત
મોરબી: મોરબી જેતપર રોડ હાઈવે રોડ પીપળી ત્રીલોક ધામ સોસાયટીમાં રહેતા યુવકે આર્થિક રીતે સંકડામણમાં આવવાના કારણે ગળેફાંસો ખાઈ જતાં યુવકનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ મોરબી જેતપર રોડ હાઈવે રોડ પીપળી ત્રીલોક ધામ સોસાયટી મકાન નંબર -એચ-૪મા રહેતા લલીત ઉર્ફે નિલેષ મનુભાઈ મકવાણા (ઉ.વ.૨૫) એ રફાળેશ્વર ગામ પાસે મોટર સાઇકલ રીપેરીંગની ગેરેજ હોય જે ગેરેજ બરાબર ચાલતી ન હોવાથી આર્થીક રીતે સંકળામણમા આવી જતા મનોમન લાગી આવતા પોતે પોતાની જાતે તેમના ત્રીલોક ધામ સોસાયટીના મકાન નંબર-એચ-૪ ના ઉપરના માળે હોલમા છતના ભાગે હિચકો લગાડવાના હુક સાથે સાડીના ગમચા વડે ગળે ફાસો ખાય જતા લલીત ઉર્ફે નિલેષ નામના યુવકનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.