મોરબીમા ગળેફાંસો ખાઈ પ્રૌઢનો આપઘાત
મોરબી: મોરબીના સામા કાંઠે ત્રાજપરમા પોતાના ઘરે ગળાફાંસો ખાઇ જતાં પ્રૌઢનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ રમેશભાઇ ગાંડુભાઇ વરાણીયા (ઉ .વ.૫૧) રહે. સામાકાઠે ત્રાજપર તા.જી-મોરબી વાળા પોતાના ઘરે ફળીયામા ઝાડ સાથે ગળેફાંસો ખાઇ જતા મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી સીટી બી ડિવિઝન પોલીસે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.