મોરબી: મોરબી સો ઓરડી વરીયાનગરમા ગળેફાંસો ખાઈ જતાં પ્રૌઢનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ ભરતભાઈ ચંદુભાઈ સેલાણીયા (ઉ.વ.૫૨) રહે. સો ઓરડી વરીયાનગર તા.જી. મોરબીવાળા ગત તા.૦૭-૦૫-૨૦૨૪ ના રોજ કોઈપણ સમયે કોઈપણ કારણોસર ગળેફાંસો ખાઈ જતાં ભરતભાઈનુ મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી સીટી બી ડિવિઝન પોલીસે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.

