મોરબીમાં ફાયનાન્સની ઓફિસમાં થયેલ સાત લાખણી ચોરીનો ભેદ ઉકેલાયો: ચાર ઈસમોની ધરપકડ
મોરબી શનાળા રોડ ઉપર આવેલ ફાયનાન્સ પેઢીની ઓફીસમાં થયેલ રોકડા રૂ.૭,૦૧,૫૦૦/- ની ઘરફોડચોરીનો ભેદ ઉકેલી ચાર આરોપીઓને કુલ રૂ. ૮,૦૧, ૫૦૦/- ના મુદામાલ સાથે મોરબી ક્રાઇમ બ્રાંચે ઝડપી પાડયા છે.
મોરબી શનાળા રોડ સત્યમ પાન વાળી શેરીમાં લાઈટ માઇક્રો ફાઇનાન્સ પ્રા.લી. નામની ઓફીસમાંથી કોઈ અજાણ્યા ચોર ઇસમોએ ઓફીસના શટ્ટરના તાળા ખોલી ઓફીસમાં પ્રવેશી તીજોરી ખોલી તેમાં રાખેલ રોકડા રૂપીયા ૭,૦૧,૫૦૦/- ની ચોરી કરી લઇ ગયેલ હોવાની ફરીયાદ ફરીયાદી જીતેંદ્રસિંહ રાજેંદ્રસિંહ જાડેજા રહે. મોરબી વાળાએ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર થયેલ હતો.
ચોરીના ગુન્હાને અંજામ આપનાર આરોપીઓને શોધી કાઢવા મોરબી એલસીબી તથા પેરોલ ફર્લો સ્કોડની અલગ અલગ ટીમો બનાવી ચેકીંગ હાથ ધરતા તેમજ આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજ ચેક કરતા બે ઈસમો બાઈક પર મોઢે રૂમાલ બાંધેલ આરોપીએ ગુનાને અંજામ આપેલ છે તેવી બાતમી મળતાં તે ઇસમોને ઝડપી પાડવા વોચમા હોય તે દરમ્યાન મોરબીના નવલખી રોડ રેલવે સ્ટેશન પાસેથી બે ભેજાબાજ મળી આવતા અંગ ઝડતી લેતા આરોપી પાસેથી ચોરીમાં ગયેલ રોકડ રૂપિયા તથા મોબાઇલ ફોન મળ આવતા આરોપી પાસેથી ઉંડાણપૂર્વક તપાસ કરતા આ ચોરીને અન્ય બે મીત્રો સાથે મળી અંજામ આપ્યો હોવાનું કબુલતા અન્ય બે આરોપી મોરબી રેલવે સ્ટેશન રોડ પરથી મળી આવતા ચારે આરોપીઓ મયુરભાઇ ઇશ્વરભાઇ કોટવાલ ઉ.વ. ૨૪ રહે. મોરબી દરબારગઢ વિસ્તાર નાગનાથ શેરી, તા.જી.મોરબી, વરૂણભાઇ મનસુખભાઇ ડોડીયા, ઉ.વ.૨૧ રહે.દરબારગઢ રોડ નાગનાથ શેરી મોરબી, જયભાઇ ઉર્ફે શની પ્રવીણભાઇ સોલંકી ઉ.વ.૨૪ રહે. મોરબી મહેન્દ્રનગર,ધર્મમંગલ સોસાયટી,-૨, અભિષેકભાઇ કિશોરભાઇ દેવમુરારી ઉવ-૨૨ રહે.મોરબી દરબારગઢ રોડ, નાગનાથ શેરી, મોરબીવાળાને ઝડપી પાડી આરોપીઓ પાસેથી રોકડ રકમ તથા મોબાઇલ ફોન તથા બાઈક મળી કુલ કિં રૂ. ૮,૦૧,૫૦૦ મુદામાલ કબ્જે કરી આરોપીઓ તથા કબ્જે કરેલ મુદ્દામાલ આગળની કાર્યવાહી માટે મોરબી સિટી એ ડીવીઝન પોલીસને સોંપવામાં આવેલ છે.