મોરબીમાં ફરજમાં રૂકાવટ કરી પાલિકાના કર્મચારીને બે શખ્સોએ માર માર્યો
મોરબી: મોરબીના રેલવે સ્ટેશન રેન બસેરા પાસે ભગુભાઈ ભજીયાવાળાની સામે જાહેર રોડ પર પાલિકાના કર્મચારી ડી.ડી.ટી. પાઉડર ભરેલ ગાડી લેવરાવતા હોય ત્યારે બીજા વાહન ઉભા રાખેલ હોય જેમ એક સ્કોર્પિયો કારમાં બેઠેલ બે શખ્સોએ સેનેટરી ઇન્સ્પેકટરને ગાળો આપી મારમારી ફરજમાં રૂકાવટ કરી હોવાની મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબી પંચાસર ગામે રહેતા અને નગરપાલિકામા કોન્ટ્રાકટ બેઇઝ પર નોકરી કરતા નિર્મળસિંહ ભરતસિંહ જાડેજા (ઉ.વ.૩૫) એ આરોપી એક બ્લેક કલરની વર્ના કાર જેના રજીસ્ટર નંબર -જીજે-૦૩-એલ.બી.-૧૩૧૯ વાળીના ચાલક તથા બાજુમાં બેસેલ એક ઈસમ વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદી નગર પાલીકમાં સેનેટરી ઇન્સપેક્ટર તરીખેની ફરજ બજાવતા હોય અને ડી.ડી.ટી. પાઉડર ભરેલ ગાડી ગોડાઉનમાં ખાલી કરવા ગાડી રીવર્સ લેવરાવતા હોય અને બીજા વાહનો ઉભા રાખેલ હોય જેમા એક બ્લેક કલરની વર્ના ફોર વ્હીલ જેના રજી નં.જીજે-૦૩ -એલ.બી.-૧૩૧૯ વાળીના ચાલક તથા બાજુમાં બેસેલ એક ઇસમ એમ બન્ને અજાણ્યા ઇસમોએ ફરીયાદિને ગાળો આપી ફરીયાદી સાથે જપાજપી કરી ઢીકાપાટુનો માર મારી શરીરે મુંઢ ઇજા ફરીયાદિને ડી.ડી.ટી ભરેલ ગાડી રીવર્સ ન લેવા દઇ પોતાની કાયદેસરની ફરજમાં રુકાવટ કરી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.