મોરબીમાં ખોટી ઓળખ આપી વેપારી સાથે ૯૮ લાખની છેતરપીંડી
મોરબીમા વેપારી સાથે આરોપીએ વોટ્સએપમા મેસેજ કરી વતા કરી પોતે જોન્સન કંપનીના એકઝીક્યુટીવ ડાયરેક્ટર શરત ચાંડક તરીકેની ઓળખ આપતાં વેપારીએ ચાંડક સાથે નાણાકીય વ્યવહાર કરતા હોય જેથી આરોપીના યુકો બેન્ક એકાઉન્ટ રૂ. ૯૮,૦૦,૦૦૦ નાખતા વેપારી સાથે બે શખ્સોએ છેતરપીંડી કરી હોવાની જાણ થતાં સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ મોરબીના આલાપ રોડ પર શીવશક્તિપાર્ક આસોપાલવ એપાર્ટમેન્ટમાં રહેતા કેતનભાઈ પ્રભુભાઈ દલસાણીયા (ઉ.વ.૩૮) એ આરોપી વોટ્સએપ ધારક અને યુકો બેન્ક એકાઉન્ટ ધારક વિરુદ્ધ સયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે આરોપી વ્હોટશએપ નંબર ૯૯૩૬૯ ૫૫૭૧૬ વાળાએ ફરીયાદી સાથે ફરીયાદીના મોબાઇલમાં વ્હોટસએપમાં મેસેઝ કરી ફરીયાદિને પોતે જોન્સન કંપનીના એકઝીકયુટીવ ડાયરેકટર શરત ચાંડાક તરીકે વાત કરી ફરીયાદીનો વિશ્વાસ કેળવી અને ફરીયાદી અવારનવાર વ્હોટસએપ ચેટ દ્રારા આ જોન્સન કંપનીના એકઝીકયુટીવ ડાયરેકટર શરત ચાંડાક સાથે નાણાકીય વ્યહવાર કરતા હોય અને ફરીયાદિને આ જોન્સન કંપનીના એકઝીકયુટીવ ડાયરેકટર શરત ચાંડાકે યુકો બેંક એકાઉન્ટ નંબર ૩૪૯૯૦૨૧૦૦૦૦૬૮૭ ફરીયાદિના વ્હોટસએપમાં મોકલી હોય અને ફરી.ને રૂ, ૯૮,૦૦,૦૦૦/- ડીલરને એડવાન્સ પેમેન્ટ તરીકે મોકલી આપવા ચેટથી વાત કરેલ હોય જેથી ફરીયાદિએ આ યુકો બેંક એકાઉન્ટ નંબરમાં રૂ ૯૮, ૦૦,૦૦૦- આર.ટી.જી.એસ દ્રારા મોકલી આપેલ હોય અને ફરીયાદીએ આ અંગે શરત ચાંડાક સાથે વાત કરતા પોતે ફરીયાદિને કોઇ મેસેઝ નહી કરેલ હોવાની વાત કરેલ હોય ત્યારે ફરીયાદિને જાણવા મળેલ કે આ કામના આરોપી (૧) મોબાઇલ નંબર ૯૯૩૬૯ ૫૫૭૧૬ તથા (૨) યુકો બેંક એકાઉન્ટ નંબર ૩૪૯૯૦૨૧૦૦૦૦૬૮૭ ના ખાતા ધારકે મળી ફરીયાદિ સાથે રૂ ૯૮,૦૦,૦૦૦/- ની છેતરપીંડી કરી હતી. આ અંગે વેપારીએ આરોપીઓ વિરુદ્ધ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.