મોરબીમાંથી ઈંગ્લીશ દારૂની બે બોટલ સાથે બે ઈસમો ઝડપાયા
મોરબી: મોરબીના સામા કાંઠે જીલ્લા સેવા સદન પાછળ બારૈયા પાન વાળી શેરીમાંથી ઈંગ્લીશ દારૂની બે બોટલ સાથે બે ઈસમને મોરબી સીટી બી ડીવીઝન પોલીસે ઝડપી પાડયા છે જ્યારે અન્ય એક શખ્સ સ્થળ પર હાજર ન મળી આવતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ મોરબીના સામા કાંઠે જીલ્લા સેવા સદન પાછળ બારૈયા પાન વાળી શેરીમાં જાહેરમાં આરોપી ઓમદેવસિંહ અશ્વિનસિંહ જાડેજા (ઉ.વ.૧૯) રહે. મહાવીર નગર સોસાયટી હાઉસીંગ બોર્ડ મોરબી તથા બળવંતભાઈ નાગરભાઈ સાકળીયા (ઉ.વ.૨૫) રહે. લાલપર સ્માશન પાછળ તા.જી. મોરબીવાળા પાસેથી ઈંગ્લીશ દારૂની બોટલ નંગ -૦૨ કિં રૂ. ૧૭૦૦ ના મુદ્દામાલ સાથે મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડયા છે જ્યારે અન્ય એક ઈસમ અંકીતભાઈ રાઠોડ રહે. શ્રધ્ધા પાર્ક શેરી નં -૪ વીશીપરા મોરબીવાળાનુ નામ ખુલતા પોલીસે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.