મોરબીમાં ઈંગ્લીશ દારૂના ગુનામાં છેલ્લા ચારેક માસથી નાસચો ફરતો ઈસમ ઝડપાયો
મોરબી: મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ઇગ્લીંશ દારૂના ગુનામાં છેલ્લા ચારેક માસથી બે ગુનામાં નાસતા ફરતા આરોપીને મોરબી પેરોલ ફર્લો સ્કવોડની ટીમે ઝડપી પાડયો છે.
મોરબી પેરોલફર્લો સ્કવોડ સ્ટાફ નાસતા ફરતા આરોપીઓને પકડવા સારૂ પ્રયત્નશીલ હતા તે દરમ્યાન પેરોલ ફર્લો સ્કવોડને ખાનગીરાહે બાતમી મળેલ કે મોરબી સીટી એ ડીવીઝન પો.સ્ટે.સી.પાર્ટ પ્રોહી કલમ- ૬૫એઇ,૧૧૬બી,૮૧,૯૮ તથા મોરબી સીટી એ ડીવીઝન પો.સ્ટે.સી.પાર્ટ પ્રોહી કલમ-૬પએઇ, ૧૧૬બી, ૮૧,૯૮ મુજબના બે ગુન્હામાં નાસતો ફરતો આરોપી અલ્તાફ હાજીભાઇ ખોડ રહે.મોરબી જોન્સનગર વાળો જોન્સનગરના રાજા નામની પાનની દુકાન પાસે હોવાની ચોકકસ બાતમીના આધારે તપાસ કરતા પ્રોહીબિશન ના ગુનામાં નાસતો ફરતો આરોપી અલ્તાફ હાજીભાઇ ખોડ (મિંયાણા) ઉવ-૨૦ રહે.મોરબી જોન્સનગર શેરી નંબર-૮ મળી આવતા તેને હસ્તગત કરી સી.આર. પી.સી.કલમ ૪૧(૧) આઇ. મુજબ પ્રોહીબિશન ગુનાના કામે અટક કરી આગળની કાર્યવાહી અર્થે મોરબી સીટી એ ડીવી પો.સ્ટે.ને સોપવા કાર્યવાહી હાથ ઘરેલ છે.