મોરબીમાં ઈલેક્ટ્રીક શોર્ટ લાગતાં યુવકનુ મોત
મોરબી: મોરબીના સામા કાંઠે એલ.ઈ. કોલેજ પાસે સ્વામીનારાયણ મંદિરમાં બાંધકામની સાઇટ પર કામ કરતી વખતે ઈલેક્ટ્રીક શોર્ટ લાગતાં યુવકનુ મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ સલમાન રસુલભાઈ મોવર ઉ.વ.૧૭ રહે. મોરબી, વીસીપરા, ઈમામ ચોક વાળા ગઈ તા.૩૧/૦૫/૨૦૨૪ ના મોરબી.૦૨, એલ.ઈ.કોલેજ પાસે સ્વામી નારાયણમંદીરમા બાધકામની સાઈટ પર મજુરી કામ કરવા માટે ગયેલ હતા અને ત્યા કામ પર હતા ત્યારે સાજના છયેક વાગ્યે ઈલેકટ્રીક શોર્ટ લાગતા મોરબીની ખાનગી હોસ્પિટલ ખાતે ચાલુ સારવાર દરમ્યાન સલમાન નામના યુવકનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી સીટી બી ડીવીજન પોલીસે અકસ્માતે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.