મોરબીમા ઇલેકટ્રીક તારમા ફસાયેલા પોપટને બચાવવા ગયેલા યુવકને વીજ શોક લાગતા સારવાર માટે ખસેડવામા આવ્યો હતો.
આ બનાવ અંગે પોલીસમાથી જાણવા મળતી વિગત મુજબ મોરબીમા શનાળા બાયપાસ ઉપર આવેલા લાયન્સ નગરમા રહેતો પ્રકાશ જીવનભાઈ છનીયારીયા (ઉ.વ. ૨૮) પોતાનાં ઘર પાસે ઇલેકટ્રીક તારમા ફસાયેલા પોપટને બચાવવા જતા વીજ શોક લાગ્યો હતો. યુવકને તાત્કાલીક સારવાર માટે મોરબી બાદ રાજકોટ સિવીલ હોસ્પીટલમા દાખલ કરાયો છે.

