મોરબીમા આઠ વર્ષની માસૂમ બાળકી આયાત પલેજાએ એક મહિનો રોજા રાખ્યા
મોરબી: હાલમા રમજાન માસ ચાલી રહ્યો છે તે દરમ્યાન મુસ્લિમ બિરાદરો રમજાન માસ દરમિયાન રોજા રાખી રહ્યા છે અને મસ્જિદોમાં નમાજ તરાવીહ પડી રહ્યા છે રમજાન માસ દરમિયાન વહેલી સવારે ૦૫:૦૦ વાગ્યા થી ખાવા પીવાનુ બંધ કરીને સાંજ ના ૦૭:૦૦ વાગ્યા પછી ખાઈ પી શકાય છે આમ ૧૪ કલાક ભૂખ્યા તરસ્યા રહેવાનું એટલે કે રોજુ ધણા મોટા લોકો પણ નથી રાખી શકતા ત્યારે એવા બનાવ પણ સામે આવે છે કે નાના નાના બાળકો પણ આખા દિવસ નુ રોજુ રાખેછે.
હાલમા મોરબીના સો ઓરડી વિસ્તારમાં રહેતા ઇમરાનભાઈની આઠ વર્ષની પુત્રી પલેજા આયાત એ ધગધગતા તડકામાં ૧૪ કલાક સુધી રોજા રાખી ને ખુદાની બંદગી કરી ઈમાન નુ સબુત પેસ કર્યું હતું ત્યારે આયત એ વહેલી સવાર થી શહેરી કરીને છેક સાંજે ઈફતાર કર્યો બાદ જ ખાધું પીધું હતુ અને આમ ખુબ નાની ઉમરે ખુદાને રાજી કરી આખા મહિના ના રોજા રાખ્યા હતા.