મોરબીમાં ઈકો કાર હટાવી લેવા બાબતે વેપારી સહિતના પર છરી, ધાર્યા વડે હુમલો
મોરબી: મોરબી મેઈન પોસ્ટ ઓફિસ પાછળ બુઢાબાવાની લાઈનમાં જય એન્ટરપ્રાઈઝ નામની દુકાન પાસે ગ્રાહકે ઈકો ગાડી પાર્ક કરેલ જે ગાડી હટાવી લેવા બાબતે વેપારી સહિત ત્રણ વ્યક્તિ પર છ શખ્સોએ છરી, ધાર્યા, લોખંડના પાઇપ વડે હુમલો કરી મારમાર્યો હોવાની ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબી નગર પ્લોટ શેરી નં -૦૨ શ્રીરામ પેલેસ ત્રીજા માળે બ્લોક નંબર -૩૦૨ માં રહેતા અને વેપાર કરતા પંકજભાઈ મેઘજીભાઈ પલણ (ઉ.વ.૬૨) એ આરોપી ગુલામભાઇ હાજી જુસબભાઇ ખોલેરા રહે,ફુલ ગલી ખાટકીવાસ મોરબી, ફેઝાન ગફારભાઇ ખોલેરા રહે, કુબેરનાથમેઇન રોડ ગ્રીન ચોક પાસે મોરબી, ઇદરીશ ગફારભાઇ ખોલેરા રહે, કુબેરનાથમેઇન રોડ ગ્રીન ચોક પાસે મોરબી, કૃણાલ રમેશભાઇ કૈલા રહે,મોચી શેરી ગ્રીન ચોક પાસે મોરબી, ઇમરાન ગુલામભાઇ ખોલેરા રહે,ફુલ ગલી ખાટકીવાસ મોરબી, નાઝીર ઇસુબભાઇ દેવલીયા રહે,લુહાર શેરી મેમણ કોલોની પાસે મોરબીવાળા વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીની દુકાન પાસે તેના ગ્રાહકે ઈકો ગાડી પાર્ક કરેલ હોય જે ગાડી હટાવી લેવા બાબતે ફરીયાદીને તથા તેના પુત્ર વૈભવ તથા સાથી મહેન્દ્રભાઈ પર છ શખ્સોએ છરી, ધાર્યા તથા લોખંડના પાઇપ વડે હુમલો કરી મારમારી કરી ગંભીર ઈજા પહોંચાડી મુંઢમાર માર્યો હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.