મોરબીમાં દુકાનમાંથી નશીલા શીરપનો જથ્થો ઝડપાયો
મોરબી: મોરબી લાલપર રોડ સાત હનુમાન સોસાયટી પાસે શક્તિ કિરાણા સ્ટોર નામની દુકાનમાંથી નશીલા પદાર્થ શીરપનો જથ્થો મોરબી સીટી એ ડીવીજન પોલીસે ઝડપી પાડયો છે.
મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશન વિસ્તારમા સ્ટાફ પેટ્રોલીગમા હોય તે દરમ્યાન ખાનગીરાહે મળેલ બાતમીના આધારે મોરબી લીલાપર રોડ સાત હનુમાન સોસાયટી પાસે શકિત કિરાણા સ્ટોર નામની દુકાનમા દુકાનદાર રસીકભાઇ બચુભાઈ ભડાણીયા રહે. મોરબી લાલપર રોડ સાત હનુમાન સોસાયટી તથા કપીલ રહે મોરબી (માલ મોકલનાર) દુકાનમાથી આયુર્વેદીક શંકાસ્પદ કેફીપ્રવાહી શીરપ ની બોટલ નંગ-૭૦ કિ.રૂ.૧૦૫૦૦/- નો જથ્થો મળી આવતા જથ્થો કબ્જે કરવામા આવેલ છે. એફ.એલ.એલ રીપોર્ટ આવ્યે થી વધુ કાર્યવાહી કરવામાં આવશે.