Sunday, December 29, 2024

મોરબીમાં જિલ્લા કલેકટરના અધ્યક્ષસ્થાને જિલ્લાકક્ષાના સુશાસન દિવસની ઉજવણી કરાઈ 

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

“પ્રજાને પડતી તકલીફો દૂર કરી શકીએ એ જ સાચું સુશાસન છે”

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના સફળ અને સક્ષમ નેતૃત્વના ૨૩ વર્ષ પૂર્ણ થતાં હોય વિકાસ સપ્તાહની ઉજવણી થઈ રહી છે. ત્યારે મોરબીમાં સ્કાય મોલ ખાતે જિલ્લાકક્ષાના સુશાસન દિવસની ઉજવણી જિલ્લા કલેકટર કે.બી.ઝવેરીના અધ્યક્ષ સ્થાને કરવામાં આવી હતી.

આ સુશાસન દિવસની ઉજવણીમાં જિલ્લા કલેકટરએ પીપીટી રજૂ કરીને અધિકારીઓને જણાવ્યું હતું કે, સુશાસન આપવા અધિકારીઓએ દરરોજ આત્મમંથન અને મનોમંથન કરવું જોઈએ. આ માટે તો પોતાની તથા નીચેના કર્મચારીઓની ફરજમાં નિયમિતતા, શિષ્ટ, સ્વચ્છતાનો અભિગમ કેળવાવો જોઈએ. કચેરીમાં અરજદારો સાથે સારી રીતે વર્તણૂંક થાય, કાયદાઓ- નિયમોથી અપડેટ રહેવું જોઈએ. કચેરીઓમાં કોઈ કામ બાકી ના રહેવું જોઈએ. વધુને વધુ લોકોને સરકારી સેવાનો લાભ મળે તે સુનિશ્ચિત કરવું જોઈએ. તો જ સુશાસન સાર્થક થઈ શકે. અધિકારીઓએ પોતાની કામગીરીમાં સુધારો લાવી અને પ્રજાલક્ષી પરિણામ લેવા માટે જરૂરી કડક પગલાં લેવા અધિકારીઓને કલેકટરએ જણાવ્યું હતું.

કોઈપણ અરજદારને અન્યાય ના થઈ જાય અને સૌને પોતાના કામ બદલ દિવસના અંતે આત્મસંતોષ પ્રાપ્ત થાય તે રીતે કામગીરી થવી જોઈએ. ફર્સ્ટ થિંગ ફર્સ્ટ આઉટ અભિગમને અપનાવવાની આવશ્યકતા છે. નાનામાં નાના માણસનું કામ સૌથી પહેલા થવું જોઈએ. સીએમ ડેશબોર્ડ અને નમો યોજનામાં મોરબી જિલ્લો આજે રાજ્યક્ક્ષાએ ટોપ પર છે. જે ગૌરવની વાત છે. તેમ કલેકટરએ અંતમાં જણાવ્યું હતું.

પ્રાંત અધિકારી સુનિલ પરમારે કાર્યક્રમની શરૂઆતમાં ઉપસ્થિત સર્વેનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય વડે કરાઈ હતી અને મંચસ્થ મહેમાનોનું પુષ્પગુચ્છ અર્પણ કરીને સ્વાગત કરવામાં આવ્યું હતું.

આ સમારોહમાં પ્રાંત અધિકારીઓ, જિલ્લાભરના વિવિધ વિભાગના વર્ગ ૧ અને ૨ નાં અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર