મોરબીમાં જિલ્લા કક્ષાના કલા મહાકુંભના સુગમ સંગીત સ્પર્ધામાં બાળકે મેદાન માર્યું
મોરબી : મોરબીમાં જિલ્લા કક્ષાના કલા મહાકુંભના સુગમ સંગીત સ્પર્ધામાં બાળકએ મેદાન માર્યું હતું.
જેમાં યુવક સેવા અને સાંસ્કૃતિક વિભાગ ગાંધીનગર અને મોરબી જિલ્લામાં જિલ્લા યુવા અને સાંસ્કૃતિક વિભાગ આયોજિત જિલ્લા કક્ષના કલા મહાકુંભમાં મોરબીના પૂર્વ પ્રિયંકભાઈ ઉદાસીએ 6થી 14 વર્ષની ઉંમરના વિભાગમાં સુગમ સંગીતમાં ત્રીજા નંબરે આવીને મોરબીનું અને તેના પરિવારનું નામ રોશન કરતા તેના ઉપર અભિનંદનની વર્ષા થઈ રહી છે.