મોરબીમાં ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમતા એક ઝડપાયો
મોરબીના એસપી રોડ ન નાકા પાસે જાહેરમાં આઇપીએલ ટુર્નામેન્ટની ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમતા એક ઈસમને મોરબી સીટી એ ડીવીજન પોલીસે ઝડપી પાડયો છે જ્યારે અન્ય એક શખ્સ સ્થળ પર હાજર ન મળી આવતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ મોરબી સિટી એ ડીવીઝન પોલીસ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન મોરબીના એસપી રોડ પર નાકા પાસે જાહેરમાં ટાટા આઇપીએલ ની ટી-૨૦ મેચમાં SRH&PBSK વચ્ચે ચાલતી લાઈવ ક્રિકેટ મેચ પર હાર જીતનો જુગાર રમી રમાડતા આરોપી નરેશભાઈ સવજીભાઈ વિડજા (ઉ.વ.૫૭) રહે. મોરબી એસપી રોડ કસ્તુરી ગ્રીન સોસાયટી બી-૨ એપાર્ટમેન્ટ ફ્લેટ નંબર -૪૦૨ તા.જી. મોરબીવાળા ને રોકડ રકમ રૂ. ૨૦૦૦ તથા મોબાઇલ ફોન નંગ -૦૧ કિં રૂ.૫૦૦૦ મળી કુલ કિં રૂ. ૭૦૦૦ ના મુદ્દામાલ સાથે ઝડપી પાડયો હતો જ્યારે અન્ય એક શખ્સ ઇમરાનભાઈ રહે. મોરબી વાળો સ્થળ પર હાજર ન મળી આવતા આરોપીને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે તેમજ મોરબી સિટી એ ડિવિઝન પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.