Wednesday, October 30, 2024

મોરબીમાં ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા બે ઈસમો ઝડપાયા 

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: મોરબીના શનાળા રોડ ભક્તિનગર સર્કલ પાસે આવેલ નાયરા પેટ્રોલપંપ પાસે શેરીના ખૂણા ઉપર આવેલ અમુલ પાર્લરના ઓટલા ઉપર જાહેર રોડ પર હાલમાં ચાલી રહેલ તામીલનાડુ પ્રીમિયર લીગ ૨૦૨૪ ની ડીન્ડીગુલ ડ્રેગન્સ તથા લાયકા કોવાય કીંગ્સના ક્રિકેટ મેચ પર રૂપિયાની હાર જીતનો જુગાર રમી રમાડતા બે ઈસમોને મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડયા છે.

મળતી માહિતી મુજબ મોરબી શહેરમાં અનેક વખત જાહેર રસ્તાઓ પરથી ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમતા ઝડપાઈ છે ત્યારે મોરબીના શનાળા રોડ ભક્તિનગર સર્કલ પાસે આવેલ નાયરા પેટ્રોલપંપ પાસે શેરીના ખૂણા ઉપર આવેલ અમુલ પાર્લરના ઓટલા ઉપર જાહેર રોડ પર આરોપી કાસમભાઈ મામદભાઈ દલ (ઉ.વ.૫૦) રહે. વજેપર શેરી નં -૦૫ રામજી મંદિરની સામેની શેરી મોરબીવાળાએ પોતાની પાસે રહેલ મોબાઈલ ફોનમાં betbx247.com નામની આ.ડી.મા અન્ય ગ્રાહકો સાથે ફોન ઉપર હારજીતના રન ફેરના સોદા કરી જે સોદા આરોપી જયેન્દ્રસિંહ નવુભા ઝાલા (ઉ.વ.૪૯) રહે. નાયરા પેટ્રોલપંપ પાછળ ભક્તિનગર સર્કલ પાસે ઉમીયા આશ્રમની બાજુમાં મોરબીવાળા પાસે એક કાગળમાં લખાવી હાલમાં ચાલી રહેલ તામીલનાડુ પ્રીમિયર લીગ ૨૦૨૪ ની ડીન્ડીગુલ ડ્રેગન્સ તથા લાયકા કોવાય કીંગ્સના ક્રિકેટ મેચ ઉપર રનફેર, સેશન ઓવર તથા ટીમની હારજીત ઉપર સોદા લગાડી રૂપીયાની હારજીતનો જુગાર રમતા બે ઈસમો કાસમભાઈ મામદભાઈ દલ (ઉ.વ.૫૦) રહે. વજેપર શેરી નં -૦૫ રામજી મંદિરની સામેની શેરી મોરબી તથા જયેન્દ્રસિંહ નવુભા ઝાલા (ઉ.વ.૪૯) રહે. નાયરા પેટ્રોલપંપ પાછળ ભક્તિનગર સર્કલ પાસે ઉમીયા આશ્રમની બાજુમાં મોરબીવાળાને રોકડ રકમ રૂ.૨૨૫૦ તથા મોબાઇલ ફોન નંગ -૦૩ કિં રૂ. ૧૫,૦૦૦ મળી કુલ કિં રૂ. ૧૭૨૫૦ ના મુદ્દામાલ સાથે મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર