મોરબીમાં ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા એક ઈસમ ઝડપાયો
મોરબી: મોરબીના વીસીપરા ગુલાબનગરમા આરોપીના રહેણાંક મકાન પાછળ જાહેરમાં આઈપીએલની ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા એક ઈસમને મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડયો છે જ્યારે અન્ય એક ઈસમ સ્થળ પર હાજર ન મળી આવતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ મોરબીના વીસીપરા ગુલાબનગરમા રહેતા આરોપી રાયધન દાઉદભાઈ જામ (ઉ.વ.૨૦) ના રહેણાંક મકાન પાછળ જાહેરમાં આઈપીએલની ચેન્નાઈ સુપર કિંગ્સ અને રાજસ્થાન રોયલ વચ્ચેની ટી- ટ્વેન્ટી ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમતા આરોપી રાયધન દાઉદભાઈ જામ (ઉ.વ.૨૦) રહે. વીસીપરા ગુલાબનગર મોરબીવાળાને રોકડ રકમ રૂ. ૧૪૧૦ તથા મોબાઇલ ફોન નંગ -૦૧ કિં રૂ.૩૦,૦૦૦ મળિ કુલ કિં રૂ.૩૧,૪૧૦ ના મુદ્દામાલ સાથે મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડયો છે જ્યારે અન્ય એક શખ્સ રામજીભાઈ ઉર્ફે રમેશભાઈ ધનજીભાઈ કંઝારિયા રહે. મોરબી વાવડી રોડ રાધાપાર્ક મોરબીવાળો સ્થળ પર હાજર ન મળી આવતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે તેમજ બંને આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.