મોરબીમાં ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા બે ઈસમો ઝડપાયા
મોરબી: મોરબી જુના બસસ્ટેન્ડ પાસે રોડ ઉપર વર્લ્ડ કપની મેચ પર સટ્ટો રમતા બે ઈસમોને મોરબી સીટી એ ડીવીજન પોલીસે ઝડપી પાડયા છે.
મળતી માહિતી મુજબ મોરબી જુના બસસ્ટેન્ડ પાસે રોડ ઉપર લાઈવગુરૂ ઓનલાઈન એપ્લિકેશનમા લાઈક ન્યુઝલેન્ડ તથા શ્રીલંકા વચ્ચેની વર્લ્ડ કપની મેચ પર રનફેરનો પૈસાની હારજીતનો જુગાર રમી રમાડી રોકડ રકમ રૂ.૧૧,૨૦૦ તથા મોબાઇલ ફોન કિં રૂ.૧૨,૦૦૦ મળી કુલ કિં રૂ.૨૩,૨૦૦ ના મુદ્દામાલ સાથે આરોપી ભાવેશભાઇ નારણભાઈ સરવૈયા (ઉ.વ.૨૪) રહે. લાતી પ્લોટ શેરી નં -૧૨ મોરબી તથા રાજેશભાઈ લાલજીભાઇ નકુમ રહે. માધાપર શેરી નં -૦૩ મોરબીવાળાને મોરબી સીટી એ ડીવીજન પોલીસે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ જુગારધારા કલમ-૧૨ મુજબ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.