મોરબીમાં CNG રીક્ષામાંથી વિદેશી દારૂની 48 બોટલો સાથે બે ઝડપાયો
મોરબીના સામાકાંઠે સિરામિક સીટી પાસે નેશનલ હાઇવે રોડ પરથી સિએનજી રીક્ષામાં વિદેશી દારૂની હેરાફેરી કરતા બે ઈસમોને વિદેશી દારૂની ૪૮ બોટલો સાથે મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડયા છે.
મળતી માહિતી મુજબ મોરબી સિટી બી ડિવિઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન મોરબીના સામાકાંઠે સિરામિક સીટી પાસે નેશનલ હાઇવે રોડ પર સી.એન.જી રીક્ષામાં વિદેશી દારૂની હેરાફેરી કરી વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ વિદેશી દારૂની બોટલ નંગ -૪૮ કિં રૂ. ૨૬,૫૩૨ તથા સિ.એન.જી રીક્ષા કિં રૂ. ૫૦,૦૦૦ મળી કુલ કિં રૂ. ૭૬,૫૩૨ ના મુદ્દામાલ સાથે બે આરોપી સદામભાઇ હબીબભાઇ મોવર (ઉ.વ.૩૧) રહે, શોભેશ્વર રોડ વાણીયા સોસાયટી છેલ્લી શેરી મોરબી તથા સંજયભાઇ હિમંતભાઇ ખંમાણી (ઉ.વ.૨૮) રહે. શોભેશ્વર રોડ વાણીયા સોસાયટી છેલ્લી શેરી મોરબીવાળાને ઝડપી પાડી પુછપરછ કરતા અન્ય એક શખ્સ ગણેશ ઉઘરેજીયા રહે. થાન જી. સુરેન્દ્રનગરવાળાનુ નામ ખુલતા પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.