મોરબીમાં મુખ્યમંત્રીની સભામાં ખુદ ઉમેદવાર વિનોદ ચાવડા રહ્યા ગેરહાજર:મોરબીનાં વિકાસની એક વાત પણ નાં ઉચ્ચારી
શું લોકસભા ભાજપના ઉમેદવાર વિનોદભાઈ ચાવડાના સમર્થનમાં યોજાયલ મુખ્યમંત્રીની સભામાં ભીડ એકઠી કરવા મીઠાઈના બોક્સ આપવા પડ્યા?
મોરબી: મોરબીમાં આજે લોકસભા ભાજપના ઉમેદવાર વિનોદભાઈ ચાવડાના સમર્થનમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની સભા યોજાઈ હતી જેમાં ખૂદ ભાજપના ઉમેદવાર વિનોદભાઈ ચાવડા ગેરહાજર રહ્યા હતા તેમજ આ સભામાં મુખ્યમંત્રી કે એક પણ નેતા દ્વારા મોરબીના વિકાસની વાત કરી ન હતી અને ફક્ત વડાપ્રધાન મોદી અને કેન્દ્ર સરકારની યોજનાઓની વાહવાહ કરી સંતોષ માની લીધો હતો.શું મોરબીમાં વિનોદ ચાવડા દ્વારા કોઈ બિરદાવવા લાયક કામો નથી કર્યા ?
લોકસભાની ચૂંટણી આડા હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે અને તેમા પણ રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પરસોતમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજની બહેન બેટી વિશે વાણી વિલાસથી સમગ્ર દેશમાં ક્ષત્રિય સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે આજે કચ્છ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર વિનોદભાઈ ચાવડાના સમર્થનમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ઉમા ટાઉનશીપ ખાતે જાહેર સભાનું સંબોધન કર્યું હતું પરંતુ નવાઈની વાત તો એ હતી જે કચ્છ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર વિનોદભાઈ ચાવડાના સમર્થનમાં મુખ્યમંત્રી સભા સંબોધતા હતા તે સભામાં ખૂદ વિનોદભાઈ ચાવડા જ ગેરહાજર રહ્યા હતા અને સભામાં મુખ્યમંત્રી દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્ર સરકારની યોજનાઓના જ ગુણગાન ગાવામાં આવ્યા હતા. જ્યારે કે લોકસભા સાસંદ વિનોદભાઈ ચાવડા દ્વારા મોરબીમાં કોઈ વિકાસને લગતી કામગીરી ન કરી હોય અને કોઈપણ જાતનો વિકાસ ન કર્યો હોય તેવું પ્રતિબિંબ ઉભુ થયુ હતું. શું ખરેખર વિનોદભાઈ ચાવડા દ્વારા મોરબીમાં કોઈ વિકાસના કામો નથી કર્યો તેમજ આ સભામાં મુખ્યમંત્રી સહિત એક પણ નેતાએ મોરબીના વિકાસની વાત ના કરી હતી ફક્ત વડાપ્રધાન અને કેન્દ્ર સરકારની યોજનાઓના વખાણ કરીને આખી સભા સંબોધી હતી. તો શું મુખ્યમંત્રી મોદી અને કેન્દ્ર સરકારની યોજનાઓના ગણાવા આવ્યા હતા ?
ઉલ્લેખનીય છે કે વિનોદભાઈ ચાવડા છેલ્લા દશ વર્ષથી સાસંદ તરીકે ચુંટાયા રહ્યા છે તેમ છતા તે મોરબીની જનતાને એક સારો બગીચો પણ આપી શક્યા નથી. તેથી એ સ્પષ્ટ થાય છે કે સાંસદ તરીકે વિનોદ ચાવડાના છેલ્લા દશ વર્ષના કાર્યકાળમાં મોરબીમા એક પણ વિકાસને લગતુ મોટું કામ કર્યું નથી. તેમજ આજે લોકોના મોઢે એવી ચર્ચાઓ ચાલી રહી છે કે ભાજપ પોતાની સભામાં ભીડ એકઠી કરવા માટે લોકોને મીઠાઈઓ વેચી રહી છે ત્યારે આજે મોરબીમાં યોજાયેલી મુખ્યમંત્રીની સભામાં આવેલ લોકોને મીઠાઈના બે – બે બોક્સ આપવા આવ્યા હતા તો શું સાચે જ આજે મુખ્યમંત્રી સભામાં મીઠાઈ વિતરણ કરીને ભીડ એકઠી કરવામાં આવી હતી કે શું ? તેમજ સભા પુર્ણ કરી મુખ્યમંત્રીએ સિરામિક એસોસિએશન ઉદ્યોગપતિ સાથે ચર્ચા કરી હતી. જેમાં ઉદ્યોગના પ્રશ્નો જાણ્યા હતા.