મોરબીમા ચોરીના ગુનાનો ભેદ ઉકેલી આરોપીને શોધી કાઢતી મોરબી પોલીસ
મોરબી: મોરબી સીટી બી ડીવીજન પોલીસ સ્ટેશનનો અનડીટેક્ટ મોબાઇલ ચોરીના ગુનાનો ભેદ ઉકેલી આરોપી તથા ચોરી થયેલ મુદ્દામાલ શોધી કાઢતી મોરબી સીટી બી ડીવી. પોલીસ.
મોરબી જીલ્લા પોલીસ અધિક્ષકની સુચના તેમજ નાયબ પોલીસ અધિક્ષક મોરબી વિભાગ મોરબી નાઓએ ચોરી, લુંટ, ધાડ જેવા મિલકત સબંધી ગુનાઓમા પરીણામ લક્ષી કામગીરી કરવા સુચના અને માર્ગદર્શન કરેલ હોય જે અનુસંધાને અત્રેના સર્વેલન્સ સ્ટાફને ખાનગી રાહે મળેલ બાતમીના આધારે મોરબી-૨ વીશીપરા મેન રોડ ઉપરથી આરોપી મથુરભાઇ મોતીભાઇ સુસરા ઉ.વ.૨૩ ધંધો વીસીપરા ખાદી ભંડાર સામે મોરબી વાળાને ચોરીમા ગયેલ મોબાઇલ ફોન નંગ -૦૪ કિં રૂ.૨૯૦૦૦ ના મુદ્દામાલ સાથે પકડી પાડી આરોપી વિરૂધ્ધ કાયદેશરની કાર્યવાહી કરેલ છે.