Sunday, September 22, 2024

મોરબીમાં ચોકિદારની માહિતી પોલીસ સ્ટેશનમાં નહી આપતા એપાર્ટમેન્ટના પ્રમુખ વિરુદ્ધ ગુન્હો દાખલ

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: મોરબીમાં એપાર્ટમેન્ટમાં ઘરઘાટી/ચોકિદાર ને રાખી તેની માહિતી પોલીસ સ્ટેશનમાં નહી આપતા એપાર્ટમેન્ટના પ્રમુખ વિરુદ્ધ જાહેરનામા ભંગ બદલ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો.

મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં બી.એન.એસ કલમ. ૩૦૫(એ), ૩૩૧(૪), ૫૪ મુજબનો ગુન્હો રજીસ્ટર કરવામા આવેલ હતો જેની તપાસ દરમ્યાન આરોપી પંકજ બિશેભાઇ ઢોલી ઉ.વ.૨૮ ધંધો. ચોકીદાર રહે. મોરબી રવાપર ગોલ્ડન માર્કેટપાછળ વિરાટ-એ એપાર્ટમેન્ટ પાર્કીંગમાં મુળ રહે. રાકુ(શીરવાડી) ગાવ, પંચદેવલ વિનાયકનગર (નગરપાલીકા) જી. અચ્છામ (નેપાળદેશ) વાળો આરોપી નિકળેલ હોય અને તે મોરબી રવાપર ગોલ્ડન માર્કેટપાછળ વિરાટ-એ એપાર્ટમેન્ટ પાર્કીગમા રહી ચોકીદારી તેમજ સાફ સફાઇનુ કામ કરતો હોય જેથી વીરાટ-એ એપાર્ટમેન્ટના પ્રમુખને પકડાયેલ આરોપીની માહીતી સબંધીત પોલીસ સ્ટેશન ખાતે આપેલ છે કે નહી તે બાબતે પુછપરછ કરતા આવી કોઇ માહીતી તેને ઘરઘાટી / ચોકીદારની માહીતી પોલીસ સ્ટેશન આપેલ નહોય જેથી એપાર્ટમેન્ટના પ્રમુખ ઓધવજીભાઈ લીંબાભાઈ સુવારીયા રહે બોનીપાર્ક રવાપર રોડ વિરાટ પેલેસ-એ ફ્લેટ નં.૨૦૪ મોરબી વાળા વિરુધ્ધ કલેકટર મોરબીના જાહેરનામાંના ભંગ સબબ બી.એન. એસ કલમ.૨૨૩ મુજબ ગુન્હો રજીસ્ટર કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર