મોરબીમાં છરીની અણીએ લુંટ ચલાવનાર બે ઈસમોને પોલીસે ઝડપી પાડયા
મોરબી: મોરબીના સામા કાંઠે કારખાનેથી કામ કરી પરત ફરી રહ્યા હતા ત્યારે બે ઈસમો દ્વારા બે મીત્રને છરીને અણીએ લુંટીલેનાર બે ઈસમોને મોરબી સીટી બી ડીવીજન પોલીસે ઝડપી પાડયા છે.
૨૯ જુને મોરબીના સામા કાંઠે સન વર્લ્ડ સિરામિક કારખાનાથી થોડે આગળ જતાં કાલીંદ્રશ્વર મહાદેવ મંદિર પાસે રોડ પર કારખાનેથી કામ કરી પોતાના મિત્રના રૂમે જતા હોય ત્યારે બે મિત્ર પર પાછળથી અજાણ્યા બે શખ્સોએ આવી મોબાઇલ ઝુટવી તથા રોકડ રૂ. ૫૦૦ પડાવી ઝપાઝપી કરી છરી વડે ઈજા કરી લુંટ કરી નાસી ગયા હોવાની મોરબી સીટી બી ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા ફરીયાદના આધારે આરોપીને ઝડપી પાડવા તપાસ હાથ ધરતા સર્વેલન્સ સ્ટાફ માળીયા ફાટક ચાર રસ્તા પાસે વાહન ચેકીંગમા હોય તે દરમ્યાન મોરબી સીટી બી ડીવી પો.સ્ટે. ના અનડીટેક્ટ લુંટના ગુનાના આરોપીઓ મોટર સાયકલ લઇને માળીયા ફાટક બાજુ આવતા હોવાની બાતમી મળતા બાતમીના આધારે લુટુના ગુનાના આરોપી મયુરભાઈ ઉર્ફે મયલો મોતીભાઈ સુસરા ઉ.વ.૨૪ રહે. મોરબી,વીશીપરા,મેઈન રોડ, ખાદી ભંડારની બાજુમા તથા સાહીલ ઉર્ફે સાયલો ઈલ્યાસભાઈ કટીયા ઉ.વ.૨૦ રહે. મોરબી, વીશીપરા, ચાર ગોડાઉન પાસે. રોહીદાસ પરા રોડ મોરબીવાળાને મોટરસાયકલ સાથે પકડી પાડી કાયદેશરની કાર્યવાહી કરી આરોપીઓની સઘન પુછપરછ કરતા આ લુંટ પકડાયેલ બન્ને ઇસમોએ સાથે મળીને કરેલ હોવાનું જણાવેલ જેથી આરોપીઓ વિરૂધ્ધ કાયદેશરની કાર્યવાહી કરેલ છે તેમજ લુંટ કરેલ મોબાઇલ ફોન તથા રોકડ રૂ. ૫૦૦નો મુદ્દામાલ પોલીસે કબ્જે કરેલ છે.
