મોરબીમાં છાતીમાં દુઃખાવો ઉપડતા વૃદ્ધનું મોત
મોરબી: મોરબી સત્યમ પાન વાળી શેરી શનાળા રોડ વિશ્વકર્મા સોસાયટીમાં રહેતા વૃદ્ધને અચાનક છાતીમાં દુઃખાવો ઉપડતા મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ મોરબી સત્યમ પાન વાળી શેરી શનાળા રોડ વિશ્વકર્મા સોસાયટીમાં રહેતા બીજીયાભાઈ રામભાઈ જીલરીયા ઉ.વ.૫૯વાળાને પોતાના ઘરે છાતીમાં દુઃખાવો ઉપડતા પ્રથમ સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં અને ત્યારબાદ વધુ સારવાર અર્થે મોરબી સિવિલ હોસ્પિટલમાં લાવતા ફરજ પરના તબીબે તપાસી મૃત જાહેર કર્યા હતા. આ બનાવ અંગે મોરબી સીટી એ ડીવીઝન પોલીસે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.