મોરબીમાં ચક્કર આવી બાઈક પરથી પડી જતાં વૃદ્ધનું મોત
મોરબી: મોરબી શનાળા રોડ ઉમીયા સર્કલથી આગળ મોરબી રત્નકલા એક્ષપોર્ટની સામે ચક્કર આવી બેભાન થઈ પડી જતા વૃદ્ધનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ ચતુરભાઈ રાવજીભાઈ ગામી (ઉ.વ.૬૦) રહે. મોરબી ક્રિષ્ના પાર્ક એક કન્યા છાત્રાલય રોડ નવા એસ.ટી.બસ સ્ટેશન પાછળ મોરબીવાળા પોતાનું મોટરસાયકલ ચલાવીને ખેતરેથી ઘરે આવતા હતા ત્યારે પોતાને ચક્કર આવી બેભાન થઈ પડી જવાથી પબ્લીકે ૧૦૮ ને ફોન કરતા એબ્યુલન્સ મારફતે સારવાર સારૂ મોરબી સરકારી હોસ્પિટલમાં લાવતા ફરજ પરનાં તબીબે તપાસી મૃત જાહેર કર્યા હતા. આ બનાવ અંગે મોરબી સીટી એ ડીવીઝન પોલીસે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.